હાજીપીર રોડ પર ઓવરલોડ બંધ કરાવવા મુદે ટ્રક એસોસિયેશનની બે ધારી નિતી હોવાનો આક્ષેપ

1,186

ભુજ : હજીપોર રોડ ઉપર વર્ષો થી ઓવરલોડ નમક પરિવહન કરવમાં આવે છે આર્ચીયન કંપની અને ટ્રાન્સપોર્ટ કોન્ટેક્ટરો ની દાદાગિરી અને હાઇકોર્ટ ના આદેશ નું ઉલ્લંઘન હાજીપીર રોડ ઉપર ખુલ્લેઆમ કરવામાં આવે છે યમદુત બની લોકોના જીવ લેનાર ઓવરલોડ સામે વર્ષો થી મૌન ધારણ કરી બેઠેલ કરછ વહીવટીતંત્ર હજી પણ મૌન છે એક બાજુ ટ્રક એસોસિયેશન ઓવરલોડ બંદ કરવાના લેટર મોકલે છે બીજી બાજુ તેના જ મોટા માથાઓના ઓવરલોડ વાહનો હાજીપીર રોડ ઉપર ચાલે છે

હવે લેટર ઉપર વિશ્વાસ કરાવો કે જાહેર માં તમામ નિયમો એળે મૂકી ને ચાલનાર ગાડીયો ઉપર તે એક પ્રશ્ન છે હાજીપીર રોડ ઉપર હાઇકોર્ટે ના આદેશ નું ઉલ્લંઘન કરવામાં આવે છે જેના વિરુદ્ધમાં કલેકટર સાહેબ અને આરટીઓ સાહેબ ને યાકુબ મુતવા દ્વારા આજે રજુઆત કરવામાં આવી છે સ્થાનિકો ની રોજગારી ના પ્રશ્ન નું ઉકેલ નહીં આવે અને ઓવરલોડ બંદ નહીં થાય તો તારીખ 05/03/2018 ના જિલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.