આગામી ૨૦મીએ જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

228

ભુજ, બુધવાર : દર માસના ત્રીજા શનિવારે કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવે છે. પરંતુ તા.૨૫/૧૦/૨૦૧૭ થી ૨૨/૧૨/૨૦૧૭ સુધી વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ની આદર્શ આચારસંહિતા અમલમાં આવતાં, આ આચારસંહિતા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. જેથી ચાલુ માસે આગામી ત્રીજા શનિવાર તા.૨૦/૧/૨૦૧૮ના જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યથાવત સમયે યોજવામાં આવશે. જેથી તમામ સબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, કચ્‍છ-ભુજની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.