મોટારેહા ગામે હાઇકોર્ટની ગાઇડ લાઇનનું ઉલંઘન કરી કંપનીએ નદીના વહેણને રોકીને બનાવ્યો રસ્તો : તંત્ર ઘોર નિંદ્રામાં

532

ભુજ : એસ્ટ્રાસ વિન્ડ ટેકનોલોજી પ્રોજેકટ લિમિટેડના એસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ અંતર્ગત અનેક સ્થળોએ પવનચકકી લગાવવાનું કામ ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ તાલુકાના મોટા રેહા ગામે પણ કામ ચાલુ છે. આ પ્રોજેક્ટના કામમાં સગવડતા માટે મોટા રેહા ગામેથી પસાર થતી નદીના વહેણને અવરોધી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો છે. પાણીના વહેણને રોકીને બનાવેલ આ રસ્તાથી ગામમાં અનેક નુકશાનો થવાનો ભય ઉભો થયો છે. આ નદીનો પણી અવરોધાઇને આસપાસના ખેતરોમાં જાશે તો મોટા પ્રમાણમા પાકનો ધોવાણ થશે જેનાથી ખેડુતોને નુકસાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ બાબતે ગ્રામજનોએ તંત્ર સમક્ષ ફરિયાદ કરી છતા આ ગંભીર સમસ્યાને તંત્રએ ધ્યાને લીધી નહી અને કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવી નાખવામાં આવ્યો છે તેવું ગામના જાગૃતોમાંથી જાણવા મળ્યું છે. આ બાબતે હાઇકોર્ટે પણ સ્પષ્ટ ગાઇડ લાઇન આપેલ છે કે કોઈ પણ પ્રકારે પાણીના વહેણને અવરોધી શકાય નહી હાઇકોર્ટની આ ગાઇડ લાઇનને ધ્યાને લઈ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી પાણીના વહેણ પર અવરોધ ઉભું કરવાની મનાઈ કરેલ છે. ત્યારે આ હાઇકોર્ટની ગાઇડ લાઇન અને સરકારના પરિપત્રનો ઉલંઘન કરી રસ્તો બનાવ્યા છતા હજી તંત્ર ઘોર નીંદ્રામાં હોવાના આક્ષેપો જાગૃતો દ્વારા થઈ રહ્યા છે. માટે તંત્ર ઉંઘ માથી જાગી અને તાત્કાલિક આ રસ્તાને તોડી અને પાણીના વહેણને ખુલ્લો કરાવે તેવી માંગ ગ્રામજનોમાથી ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.