અંજારમાં ઉંટ ગાડીની સવારીથી રાહુલ ગાંધીએ મોદીને બુલેટ ટ્રેનવાળા નિવેદનનો જવાબ આપ્યો

579

અંજાર : અંજારમાં આજે રાહુલ ગાંધી પોતાના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત સભા સંબોધવા આવી પહોંચતા અંજાર સહીત કચ્છના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોમાં જોમ અને જુસ્સામાં સંચાર થયો હતો થોડા દીવસો અગાઉ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ એક સભામાં કટાક્ષ કરતા કહ્યું હતું કે જેમને બુલેટ ટ્રેન ફાવતી ન હોય તેઓ બળદ ગાડા અથવા ઉંટ ગાડીમાં બેસી શકે છે, વડાપ્રધાન મોદીના આ કટાક્ષનો જાણે જવાબ આપતા હોય તેમ રાહુલ ગાંધીએ આજે અંજારમાં સભા સ્થળ સુધી પહોંચવા ઊંટ ગાડીની સવારી કરી હતી, આમ કરીને તેમને માત્ર બૂલેટ ટ્રેનની મુસાફરી કરતા શ્રીમંતો જ નહીં પરંતુ ઊંટ ગાડી થકી રોજગાર રડતા વર્ગ સાથે પણ તેમની સહાનૂભુતી હોવાનું પ્રતિત કરાવ્યું હતું. અંજાર ખાતે આવી પહોંચેલા રાહુલ ગાંધીનું આહીર કન્યાઓ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં ૬૦% કોંગ્રેસ પર આક્ષેપો જ કરે છે પરંતુ આગામી પાંચ વર્ષમાં ગુજરાતની જનતા માટે તેઓ શું કરવાના છે તે જણાવતા નથી. તેમણે કહ્યું કે આ ચૂંટણી મોદી અને રાહુલ ગાંધી વચ્ચે નહીં પરંતુ ગુજરાતની જનતાના ભવિષ્ય માટેની છે. આ ઉપરાંત ઉદ્યોગોને જમીનની લ્હાણી, જી.એસ.ટી., નોટબંધી અને રાફેલ સોદાના મુદ્દાઓ ઉઠાવી ભાજપને ભીડવતા પ્રહાર કર્યા હતા.

તેમના પ્રવચનમાં દરેક વાતને પચ્ચાસ હજાર જેટલી જનમેદનીએ તાડીઓના ગડગડાટથી વધાવી હતી. વહેલી સવારથી જ રાહુલ ગાંધીને સાંભળવા કચ્છના ખૂણે ખૂણેથી લોકો સ્વયંભુ રીતે ઉમટી પડ્યા હતા. અંજારના આંગણે રાહુલ ગાંધીની સભા યોજાતા અંજાર કોંગ્રેસમય બની ગયું હતું અને પ્રજાના વ્યાપક સમર્થન સાથે કચ્છની છએ છ બેઠકો પર કોંગ્રેસનો વિજય નકકી હોવાનો આત્મ વિશ્વાસ કાર્યકરોએ વ્યકત કર્યો હતો. અંજારના આંગણે રાહુલ ગાંધીની જંગી સભા બાદ કોંગ્રેસી કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો ઉમેરો થયો છે. રાહુલ ગાંધીની અંજારમાં સભા બાદ વ્યાપક જન સમર્થન ધરાવતા કોંગ્રેસી ઉમેદવાર વી.કે.હુંબલની જીત માટે આ સભા નિમિત્ત બની શકે છે તેવુ સૂત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે. કચ્છના કોંગ્રેસના છએ છ બેઠકોના ઉમેદવાર સહિત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, રાષ્ટ્રીય પ્રવકતા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, રાજ્યના પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓ મંચસ્થ રહયા હતા. સમગ્ર કચ્છની સાથે અંજાર મત વિસ્તારની પ્રજાએ આ સભા માટે બતાવેલો ઉત્સાહ વી.કે.હુંબલ ને ચોક્કસ વિજય અપાવશે તેવો અંજાર બેઠકના કોંગ્રેસી કાર્યકરોએ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.