કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી હથિયારબંધી

149

ભુજ, સોમવાર : અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.આર.પટેલે સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં ડિસે.૨૦૧૭ માસ દરમ્‍યાન યોજાનાર ધાર્મિક તહેવારો તથા મેળાઓની ઉજવણી તેમજ વિધાનસભા ચુંટણી-૨૦૧૭ ને ધ્યાને લઈ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્‍વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૩૧/૧૨/૨૦૧૭ સુધી સમગ્ર જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરાયા છે.

આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.

Get real time updates directly on you device, subscribe now.