વિધાનસભા ચુંટણી સંદર્ભે એસ.એમ.એસ તથા સોશ્‍યલ મિડીયા મોનીટરીંગ નોડલ અધિકારીની કરાઇ નિમણુંક

172

ભુજ : આગામી વિધાનસભની સામાન્‍ય ચુંટણી સંદર્ભે કોઇપણ વ્‍યકિતને ચુંટણી આચારસંહિતાનો ભંગ થાય તેવા સંદેશા એસ.એમ.એસ. અથવા સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી મળે તો ભારતીય દંડ સંહિતા તથા લોક પ્રતિનિધિ ધારો ૧૯૫૧ તથા ચુંટણી સંહિતા ૧૯૬૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા ચુંટણી પંચ દ્વારા હિમાંશુ શુકલા પોલીસ અધિક્ષક (ઓપરેશન) એ.ટી.એસ.ગુ.રા. અમદાવાદનાઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે કોઇ વ્‍યકિતને આવા સંદેશા મળે એ તેઓ આ અંગે ફરિયાદ કે રજુઆત કરવા માંગતા હોય તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત એસ.એમ.એસ. તથા સોશ્‍યલ મીડીયા મોનેટરીંગ નોડલ ઓફિસર દ્વાર હિમાંશુ શુકલા પોલીસ અધિક્ષક (ઓપરેશન) એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓને તેઓના મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૦૬૧૯૯ ઉપર મોકલી જાણ કરવા બી.આર.ડાંગર નાયબ નોડલ ઓફિસર ચુંટણી સેલ, પશ્‍ચિમ કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.