રાપર વિધાનસભા પર ભાજપ પક્ષમાંથી દેવનાથ બાપુને ટીકીટ આપવા માંગ

844

ભુજ : આગામી વિધાનસભા ચુંટણીમાં રાજકીય પક્ષો માથી ચુંટણી લડવા દાવેદેરોનો રાફડો ફાટયો છે. ટિકિટ મેળવવા તમામ દાવેદારો પોતાને ટિકિટ મળે તે માટે પ્રયાસ કરી રહયા છે. હાલ કોઈ પણ પક્ષે પોતાના ઉમેદવારોની સતાવાર યાદી જાહેર કરી નથી. માટે હાલના સમયમા ટિકિટ મેળવવા માટે ઉમેદવારો સામાજિક સક્રિયતા તો કોઈક પાર્ટીમાં સક્રિયતા ને આગળ ધરી ટિકિટ માટે પક્ષ પર દબાણ કરી રહ્યા છે. તેના વચ્ચે સાધુ સમાજ દ્વારા કચ્છની રાપર વિધાનસભા બેઠક પર મહંત દેવનાથ બાપુ માટે ભાજપ પક્ષ પાસેથી ટિકિટની માગણી કરવા ભુજમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાધુ સમાજે જણાવ્યુ કે ભાજપ યુપી માં યોગી આદિત્યનાથ ની જેમ ગુજરાતમાં પણ દેવનાથ બાપુને તક આપવી જોઈએ. દેવનાથ બાપુ છેલ્લા 12 વર્ષથી ભાજપમાં સક્રિય છે. જો દેવનાથ બાપુને કચ્છની રાપર બેઠક પર ટિકિટ આપવામાં આવશે તો ભાજપ વિજયી થશે તેવો દાવો કર્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.