હાલના રાજકીય માહોલ વચ્ચે વોટસએપ દ્વારા આવેલ એક તટસ્થ મેસેજ જરૂર વાંચો

410

જનતા આજે બે ભાગમાં વહેચાય ગઈ છે કોઈ તટસ્થ અવલોકન કરવા જ તૈયાર નથી એક જુથ મોદી વિરોધી; બીજું મોદી તરફી, આ વિરોધ ચરમસીમાએ છે દરેક પોતાની દલીલોની તરફેણમાં વિડિયો/સમાચાર/ઓડિયો રજુ કરે છે પણ આ અર્ધ સત્ય છે. સિક્કાની બે બાજુ હોય છે. આટલું નાનકડું સત્ય પણ સ્વીકારવા લોકો તૈયાર નથી. આનું કારણ અતિરેક અને અતિશયોક્તિ છે. મોદીના વિરોધીઓને કોગ્રેસ તરફી માની લેવામાં આવે છે. રાહુલના વિરોધીઓને ભાજપ તરફી માની લેવામાં આવે છે. શું આ બે વ્યક્તિ એ જ પક્ષ છે ? ના આ બે વ્યક્તિ પક્ષના હિસ્સા છે. પણ આપણે અત્યારે વ્યક્તિપૂજામાં મસ્ત થઈ ઈતિહાસ જાણ્યા વગર લોલમલોલ ચલાવીએ છીએ, સત્ય, સબૂતો, પ્રમાણભાન બધું જ ગુમાવી દીધું છે. જાણે ઘેટાંના બે જુથ બની ગયાં છે. એક જુથ ૬૦ વર્ષનો તો બીજું જુથ સાડા ત્રણ વર્ષમાં કરેલ જુઠા વચનો/ઝુમલાઓનો હિસાબ માંગે છે. બન્ને પોતાની જગ્યાએ સાચા હોયતો પણ સિક્કાની બીજી બાજુ જોવાનું ચૂકી જાય છે. જો કોગ્રેસે પાયાના પત્થર તરીકે કામ ના કર્યું હોતતો વિકાસની ઈમારત શકય હતી ? કોગ્રેસે ૬૦ વર્ષ સુધી લોકશાહીને જીવંત રાખી તેને કારણે તો આજ તમને PM ની ખુરશી નસીબ થયેલ છે અન્યથા પાકિસ્તાન જેવી કાગળ પરની લોકશાહી હોત. એક માત્ર રાહુલ/ સોનીયા/ વાઢેરાના કારણે વલ્લભભાઈ- વિઠ્ઠલભાઈ પટેલ, ડો.રાધાકૃષ્ણન, ખાન અબ્દુલ ગફારખાન, તિલક, દાદા સાહેબ નવરરોજજી અરે આવાં તો અનગીનત કેટલાય નામો છે,

તો શું આ બધા કોગ્રેસી નકામા અને ભ્રષ્ટ હતા ? નહેરુ પરિવારનો વંશવાદનો બચાવ થઈ શકે નહીં. તેની સામે ભાજપમાં એક માત્ર મોદીને બાદ કરોતો કેટલાય નેતાઓએ તેમના અનુગામી તરીકે તેના વંશને આગળ કરેલ છે. કોગ્રેસની પ્રતિષ્ઠા વાઢેરા ચિદમ્બરમના પુત્રના ભ્રષ્ટાચારને કારણે ઝંખવાઈ, તેની સામે આનંદીબેનના અનાર પટેલના કાન્ડ અને જય શાહનો કિસ્સા રજૂ થયા છે. મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક; દોકલામમાં બહાદુરી બતાવી તેની સામે ઈન્દિરાએ આખો બાન્ગલાદેશ છૂટો પાડી બતાવ્યો. કોગ્રેસે એક વર્ગ સમુહ કે જ્ઞાતિ નો ઉપયોગ કર્યો તો આજે ભાજપા પણ એજ કરવા જાય છે. રાજનીતિમાં યુઝ એન્ડ થ્રો બન્ને પક્ષે થયેલ છે માટે કોઈનો આ બાબતે બચાવ થાય તેમ નથી. હકીકતમાં આપણે જે પ્રમાણભાન ભૂલી ગયાં છે તેનું કારણ વ્યક્તિપૂજા છે. કોગ્રેસમાં રાજીવ, રાહુલ, સોનિયાની પૂજા તો ભાજપમાં મોદી, ધારોકે કોગ્રેસમાંથી રાહુલ/ સોનિયા અને ભાજપમાંથી મોદી નીકળી જાયતો શું બન્ને પક્ષ અને દેશ તૂટી પડે ? ના, હરગીઝ નંહી, આપણી વ્યક્તિપૂજાના અવગુણને કારણે મુઘલ અને અંગ્રેજ શાસકો આપણા પર રાજ કરી ગયાં, અમેરિકનોએ કદી રેગન, બુશ, ઓબામા, કલીન્ટનને મહાન નથી ગણ્યા. ત્યાંના પક્ષને લોકશાહીના સ્તંભ ગણી મતદાન કર્યા છે. તો મિત્રો, સાચી વાત ખેલદિલી પૂર્વક સ્વીકારીએ

લોકશાહી બચાવીએ, નંહી કે વ્યક્તિશાહી.

Get real time updates directly on you device, subscribe now.