મુસ્લિમ નેતાઓ કોંગ્રેસ સમક્ષ પોતાના સમાજ માટે શું માંગણી કરશે ? મુસ્લિમ યુવાઓમાં ચર્ચા

323

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઈ છે ત્યારે તમામ પક્ષો અને  વિવિધ સમાજના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરુ થયો છે. તમામ સમજો ને સાથે લઈને ચૂંટણી લડવા રાજકીય પક્ષો સામાજિક આગેવાનો પાસેથી પોતાના સમાજની શું માંગણીઓ છે તે વિશે ચર્ચા કરી રહ્યા છે. સોમવારે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સાથે કોંગ્રેસ પાર્ટીએ ચર્ચા કરી ત્યારે હાર્દિક પટેલે જો કોંગ્રેસ ની સરકાર બને તો તેમના સમાજની પાંચ માંગો પુરી કરવા શરત રાખી હતી. જેમાંથી કોંગ્રેસે ચાર માંગો સ્વીકારી પણ છે. જેની ચર્ચા સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં પણ થઇ રહી છે. કચ્છ જિલ્લાની એક વિધાનસભા સીટ પર કોંગ્રેસ પાર્ટી લઘુમતીને ટિકિટ આપે તેવું ચર્ચાઈ રહ્યું છે.

આ સમગ્ર ચર્ચાઓ વચ્ચે મુસ્લિમ સમાજના જાગૃત લોકો તેમજ યુવાનોમાં એવી ચર્ચાએ જોર પકડ્યો છે  કે આંદોલનકારી તમામ યુવા નેતાઓ પોતાના સમાજના ઉથ્થાન માટે વિવિધ રાજકીય પક્ષો પાસે માંગણીઓ મૂકી રહ્યા છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની વોટબેન્ક રહેલા મુસ્લિમ સમાજના આગેવાનો પોતા માટે ટિકિટ માંગી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ માટે શું માંગણી કરશે ? તેવો સવાલ મુસ્લિમ યુવાનોમાં ઉઠી રહ્યો છે. આ સવાલને લઈને  જાગૃત લોકોમાં એવી ચર્ચા પણ થઇ રહી છે કે ગુજરાતનો મુસ્લિમ તમામ ક્ષેત્રે અન્ય સમાજોથી પછાત છે તેવું સચ્ચર કમિટીની રિપોર્ટથી સ્પષ્ટ થયું છે માટે સમગ્ર કચ્છ સહીત ગુજરાતના મુસ્લિમ આગેવાનો વર્ષોથી જે પાર્ટી સાથે રહ્યા છે તે પાર્ટી સમક્ષ સચ્ચર કમિટીની રિપોર્ટ મુજબ મુસ્લિમ સમાજ જે ક્ષેત્રે પછાત છે તે મુદ્દાઓ પર મુસ્લિમ સમાજના ઉથ્થાન માટે કામ કરવાની રજુઆત કરે તેવું જાગૃતો ટકોર કરી રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.