કોંગ્રેસના ઉમેદવાર કહે છે “કોંગ્રેસની સરકાર જાય છે”

1,132

અંજાર : કચ્છમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલુ છે તમામ ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં સભાઓ, મિટિંગો અને લોકસંપર્ક જેવા કાર્યક્રમોનું આયોજન કરી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રચાર માટે ઉમેદવારોને કેટલાય કિલોમીટરો કાપી અને લોકો વચ્ચે જવું પડે છે જેથી થાક લાગે તે સ્વાભાવિક છે. જેના કારણે ગણીવાર આ નેતાઓની જીભ લપસી જતી હોય છે અને ન બોલવાનું બોલી જતા હોય છે.

આવા જ બોલ કોંગ્રેસના અંજાર બેઠકના ઉમેદવારે ઉચ્ચારતા સોશ્યલ મીડિયા પર રમૂજ ફેલાઈ છે. અંજાર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વી,કે, હુંબલે એક લોક સંપર્ક દરમ્યાન એવું બોલ્યાકે “આ વખતે જવાના જ છે કોંગ્રેસની સરકાર જવાની જ છે”. આ વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયાની સાથે લોકોમાં ખુબજ રમૂજ ફેલાઈ છે. લોકો એવા મેસેજ લખી રમૂજ ફેલાવી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર આવ્યા પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર જાય છે. ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓની જીભ લપસી જતા આવી બાબતો માંથી લોકોને મનોરંજન લેવાનો મોકો મળી જાય છે.

Get real time updates directly on you device, subscribe now.