માધાપરના ‘મિ. નટવરલાલ’એ સંસદીય સચિવના નામે ચરી ખાઇ દાયકાઓ અગાઉ રેલ્વે દ્વારા સંપાદીત કરેલ જમીન ભુજીયાના રીંગરોડ ઉપર ‘ગોઠવી’ દીધી !!!

362

માધાપર : છેલ્લા કેટલાય સમયથી ભાજપ ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્રથી અકડામણ વેઠી રહ્યું છે, ‘વિકાસ ડાહ્યો-ડમરો’ સાબિત કરવા કેન્દ્રીય નેતાગીરીથી લઈને નાનામાં નાના કાર્યકર્તા રીતસરના હવાતીયા મારી રહ્યા છે. ત્યારે માધાપરનો ‘મિ. નટવરલાલ’ જે ભાજપના સંગઠનમાં હોદ્દેદાર રહી ચૂકયો છે, તેને સંસદીય સચિવનું નામ વટાવી ‘વિકાસ ગાંડો થયો છે’ને પુરવાર કરતાં પાર્ટી માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યૂં છે સાથોસાથ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સંસદીય સચિવની દાવેદારી સામે બાધા રૂપ બને તેવું વિશ્વસનીય સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.માધાપરના ‘મિ. નટવરલાલ’એ દાયકાઓ અગાઉ રેલ્વે દ્વારા સંપાદીત કરેલ જમીનને સંસદીય સચિનના નામ નો ઉપયોગ કરી મળતીઆઓ સાથે મળી, ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી ભુજીયાની તળેટીમાં ‘ગોઠવી’ દઈ માસમોટું જમીન કૌભાંડ આચરેલ છે. આ જમીન કૌભાંડના કારણે આવનારા દીવસોમાં ઘણા મોટા માથાઓના પગ નીચે રેલો આવશે તેવું માહીતગાર સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ભુજીયાની તળેટીમાંથી પસાર થયેલ રીંગરોડના કારણે ત્યાંની જમીન સોનાની લગડી સમાન બની છે ત્યાં મોટા પ્રમાણમાં સરકારી ખરાબાની જમીન પણ આવેલી છે, આ ખરાબાની જમીન પર અનેક લોકોની દાનત બગડી છે.ભુજીયાની આ જ તળેટીમાં આવેલ દેવિપૂજક સમાજના ધાર્મિક સ્થાનો તોડી પાડવા બાબતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હીતેશ ખંડોર તથા જુનાવાસ ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ હંસાબેન સોલંકી સામે કોર્ટ દ્વારા પ્રોસેસ ઈસ્યુ કરવામાં આવેલ, પરંતુ માધાપરનો ‘મિ. નટવરલાલ’ રેલ્વે દ્વારા દાયકાઓ અગાઉ સંપાદીત થયેલ જમીનને ભુજીયાની તળેટીમાં ‘ગોઠવવા’માં સફળ થતાં આશ્ચર્યની સાથે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. માધાપરના ‘મિ. નટવરલાલ’ દ્વારા આચરવામાં આવેલ જમીન કૌભાંડની સમગ્ર તલસ્પર્સી માહીતી એકઠી કરી સંસદીય સચિવની વિધાનસભા સીટની દાવેદારી પર બ્રેક લગાવવા તેમની વિરોધી લોબી સક્રીય થઈ ગયેલ છે અને આવનારા દીવસેમાં આ બાબતે અનેક ધડાકા-ભડાકા થવાની સંભાવના જાણકાર વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.