ચુબડકના સરપંચ સહિત ત્રણ જણા દ્વારા ઉપસરપંચ પર હુમલો

668

ભુજ: તાલુકાની ચુબડક જુથ ગ્રામ પંચાયતના એક ઠરાવને લઈને સરપંચ તથા ઉપસરપંચ વચ્ચેનો વિવાદ આજે મારા મારીમાં પરિણમ્યો હતો. ચુબડક જુથ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ઠરાવનો ઉપસરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઠરાવને લગતા કાગળોની માહિતી માંગતા ઉશ્કેરાયેલા સરપંચ સહિત ત્રણ જણાએ ઉપસરપંચને ભુજ માધાપર હાઇવે પર આંતરીને લાકડીયો વડે ફટકારતા ઉપસરપંચને ઇજાઓ પહોંચી હતી. આ મામલે સરપંચ સહિતના હુમલાખોર ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે બપોરના સમયે ચુબડક જુથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કુકમાથી ભુજ પોતાની એકટીવાથી જઇ રહ્યા હતા ત્યારે તેમને રોકીને જુમ્મા આમદ પારા, ઇબ્રાહીમ જુમ્મા પારા તથા હુશેન જુમ્મા પારાએ તેમના પર હુમલો કર્યો હોવાનુ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા ઉપસરપંચે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યુ હતું. હુમલો કરનાર ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હુમલાનો ભોગ બનનાર ઉપસરપંચના એમએલસી રીપોર્ટ બાદ કરવામા આવશે તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.